Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

OCI કાર્ડ ધારકો માટે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાઈ જશે : તેઓના કાયમી વિઝા હાલની તકે રદ થયા હોવાથી ભારત આવી શકતા નથી : FIA તથા BAJNA દ્વારા ભારત સરકાર વચ્ચે થયેલી મંત્રણાને મળેલો સાનુકૂળ પ્રતિભાવ

વોશિંગટન : વર્તમાન કોરોના વાઇરસના સંજોગોને કારણે ભારતે આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ કરી છે.તેમજ કાયમી વિઝા ધરાવતા ઓવરસીઝ સિટિઝનશ ઓફ ઇન્ડિયા કાર્ડ હાલની તકે રદ કરી દેવાયા છે.પરિણામે જરૂરી કામસર પણ આ કાર્ડ ધરાવતા લોકો વતનમાં આવી શકતા નથી.
             તેથી FIA અને  BAJNA એ ભારત સરકાર સાથે મંત્રણા કરી હતી.જે અંતર્ગત વિદેશ ખાતાના રાજ્યકક્ષાના મિનિસ્ટર વી .મુરલીધરને જણાવ્યું હતું કે તમારો પ્રશ્ન વડાપ્રધાનના ધ્યાનમાં છે.અને ટૂંક સમયમાં  સકારાત્મક નિર્ણય લેવાઈ જશે.
તેમણે વર્તમાન સંજોગોમાં વતનમાં રોકાણ વધારવાનો અનુરોધ કર્યો હતો.

(8:04 pm IST)