Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

H-1B વિઝાધારકો અમેરિકાના આર્થિક વિકાસનું મહત્વનું પરિબળ : કોમ્પ્યુટર ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં બેરોજગારી ઘટાડવામાં મહત્વનું યોગદાન : અમેરિકન નાગરિકોની રોજગારીમાં ઘટાડો થતો નથી : NFAP નો સર્વે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એચ-1બી વિઝાધારકોની સંખ્યામાં ઘટાડો કરવાનું વિચારી રહ્યા છે.તેવા સંજોગોમાં તેની વિચારધારાથી વિરુદ્ધ હકીકત દર્શાવતો સર્વે બહાર આવ્યો છે.જે નોનપ્રોફિટ NFAP દ્વારા  બહાર પાડવામાં આવ્યો છે.
           સર્વેમાં દર્શાવાયા  મુજબ કોમ્યુટર ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં બેરોજગારી ઘટાડવામાં આ વિઝા ધારકો મહત્વનું પરિબળ પુરવાર થયા છે.વર્તમાન કોરોના વાઇરસના સંજોગો વચ્ચે પણ કોમ્પ્યુટર ટેક્નોલોજી ક્ષેત્રમાં જાન્યુઆરી માસમાં 3 ટકા તથા એપ્રિલ માસમાં 2.8 ટકા બેરોજગારી દર ઘટ્યો છે.જયારે અન્ય ક્ષેત્રોમાં બેરોજગારીમાં અડધા ટકાથી 15 ટકા જેટલો વધારો નોંધાયો છે.તેમજ આ વિઝાધારકોને કારણે અમેરિકન નાગરિકોની રોજગારીમાં પણ ઘટાડો થતો નથી.કારણકે તેઓ જે કામ કરી શકતા નથી તે વિદેશીઓ પાસે કરાવાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:24 pm IST)