Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ચીનની બલિહારી : ફરીથી રાબેતા મુજબનું જનજીવન શરૂ : છેલ્લા મહિનામાં કોરોના વાઇરસથી એકપણ મોત નહીં

શાંઘાઈ : ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં ફરીથી જનજીવન સામાન્ય થઇ ગયું હોવાનું જાણવા મળે છે.બેઇજિંગ અને અન્ય શહેરોની જેમ શાંઘાઇએ પરીક્ષાઓની તૈયાર કરી રહેલાં માધ્યમિક અને હાઈસ્કૂલોના વિદ્યાર્થો માટે વર્ગો શરુ કરી દીધા છે. છેલ્લા મહિનામાં કોરોના વાયરસથી કોઈનું મોત થયાના રિપોર્ટ સાંપડ્યા નથી, પરંતુ જિલિન પ્રાંતમાં એક વ્યક્તિનું મોત ચેપથી થયાની ચર્ચા સ્થાનિક સ્તરે થઈ રહી છે.  એરલાઇન્સ કંપનીઓએ વિમાન સેવા શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. ચીનમાં નવા જે પાંચ કેસ નોંધાયા છે, એ પૈકી 2 વ્યક્તિ વિદેશથી આવ્યા છે અને ત્રણ કેસ ઉત્તરપૂર્વ જિલિન પ્રાંતમાં નોંધાયા છે. શાંઘાઇમાં વિદ્યાર્થીઓ વાયરસની તપાસ કરાવવા અને સ્કૂલમાં સામાજિક અંતરના નિયમનું પાલન કરવાને બદલે ઓનલાઈન વર્ગ ચાલું રાખવાનો વિકલ્પ અપનાવી રહ્યાં છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:00 pm IST)