Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

એકલા રહેતા લોકોને નેધરલેન્ડ સરકારની અજીબોગરીબ સૂચના : વધુમાં વધુ સમય ઘરમાં રહી શકાય તે માટે સેક્સ પાર્ટનર ગોતી લ્યો

નેધરલેન્ડ : વર્તમાન કોરોના વાઇરસ મહામારી વચ્ચે ઘરની બહાર ન નીકળવું પડે તે માટે એકલા રહેતા લોકોને નેધરલેન્ડની સરકારે અજીબોગરીબ સૂચના આપી છે.જે અંતર્ગત જણાવ્યું છે કે ઘરમાં એકલા રહેવાનો કંટાળો આવતો હોય તો સેક્સ પાર્ટનર ગોતી લ્યો
         સરકારે 14 મે ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્મેન્ટના માધ્યમ દ્વારા ઉપરોક્ત સૂચના આપી હતી.
         જોકે બાદમાં બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમારા સૂચનનો ખોટો અર્થ કરાયો છે.હકીકતમાં અમે એકલા રહેતા લોકોને  સેક્સ માણતાં પહેલા પાર્ટનર કોરોના સંક્રમિત છે કે કેમ તેની જાણકારી મેળવી લેવા જણાવ્યું હતું

(8:17 pm IST)