Gujarati News

Gujarati News

News of Saturday, 18th April 2020

બ્રિટનમાં ભારતીય મૂળના નોબલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક પ્રો.વેન્કી રામક્રિશ્નનનો દબદબો : કોરોના એક્સપર્ટ ગ્રુપ કમિટીના અધ્યક્ષ તરીકે નિમણુંક

લંડન : બ્રિટનમાં કોરોના વાઇરસના કહેરને ડામવા માટે ઉચ્ચ સ્તરીય એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી છે.જેના અધ્યક્ષ તરીકે ભારતીય મૂળના નોબલ પ્રાઈઝ વિજેતા પ્રોફેસર વેન્કી રામક્રિષ્ણનને નિમવામાં આવ્યા છે.
આ કમિટી વિશ્વમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકો તથા તેમના મોત અને સારવાર સહિતની માહિતી એકઠી કરી તેના ઉપચાર માટેનું વૈજ્ઞાનિક આયોજન કરાશે  જેનાથી કોરોના વાઇરસની ગતિને નાથવામાં મદદ મળશે
પ્રોફેસર વેન્કી ભારતના તામિલનાડુના વતની છે.તથા તેઓને 2009 ની સાલમાં અન્ય બે વૈજ્ઞાનિકો સાથે નોબલ પ્રાઈઝ આપી સન્માનિત કરાયેલ

(8:32 pm IST)