Gujarati News

Gujarati News

News of Saturday, 18th April 2020

યુ.એસ.કોંગ્રેસમાં ડો.ભીમરાવ આંબેડકરની 129 મી જન્મ જયંતિને વધાવતો પ્રસ્તાવ પસાર : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ મુકેલા પ્રસ્તાવને ડો.એમી બેરા ,સુશ્રી પ્રમીલા જયપાલ તેમજ શ્રી રાજા ક્રિષ્નામૂર્થીનું સમર્થન

વોશિંગટન : યુ.એસ.કોંગ્રેસમાં માનવ અધિકારના  પ્રણેતા ભારતના ડો.ભીમરાવ આંબેડકરના 129 માં જન્મ દિવસ નિમિતે તેમની કામગીરીને બિરદાવતો પ્રસ્તાવ પસાર થયો હતો.
         ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ રજૂ કરેલા આ પ્રસ્તાવને અન્ય ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરા ,શ્રી રાજા ક્રિષ્નામૂર્થી,તથા સુશ્રી પ્રમીલા જયપાલ ઉપરાંત ન્યુયોર્કના કોંગ્રેસમેનનું સમર્થન સાંપડ્યું હતું. જેમાં તમામ નાગરિકો માટે સમાન અધિકારની વાત કરાઈ હતી.તથા ભારતમાં દલિતો માટે  ઉદ્ધારક પુરવાર થયેલા ડો.આંબેડકરની કામગીરીને બિરદાવાઇ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)