Gujarati News

Gujarati News

News of Saturday, 18th April 2020

" વર્ચ્યઅલ ગાલા " : કોરોના વાઇરસનો પડકાર કેવી રીતે ઝીલવો ? : અક્ષયપાત્ર બોસ્ટન ચેપટરના ઉપક્રમે 3 મે 2020 ના રોજ યોજાનારો કાર્યક્રમ : કોરોના વાઇરસના સંજોગોમાં સમાજને કઈ રીતે મદદરૂપ થવું તે અંગે નિષ્ણાતોના માર્ગદર્શનનું આયોજન

બોસ્ટન : યુ.એસ.માં અક્ષયપાત્ર બોસ્ટન ચેપટરના ઉપક્રમે આગામી 3 મે 2020 ના રોજ વર્ચ્યઅલ ગાલા પ્રોગ્રામનું આયોજન કરાયું છે.જે અંતર્ગત વર્તમાન કોરોના વાઇરસના પડકારને કેવી રીતે ઝીલવો તે અંગે નિષ્ણાતોના મંતવ્યો તથા ઉદબોધનોનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર આશિષ ઝા ,તથા પ્રોફેસર કાશ રંગન ઉદબોધન કરશે.જે અંતર્ગત હેલ્થ સેવાઓ ,તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ સહિતની બાબતોની ચર્ચાઓ સાથે નક્કર કામગીરીનું આયોજન કરાશે
ઉલ્લેખનીય છે કે ભારતમાં અક્ષયપાત્ર સંચાલિત જુદા જુદા રાજ્યોના 53 રસોડા મારફત જરૂરિયાતમંદ લોકોને મધ્યાન ભોજન કરાવવાની કામગીરી ચાલુ છે.

(7:02 pm IST)