Gujarati News

Gujarati News

News of Saturday, 18th April 2020

ભારતના આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ ઉપરના પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકાર : કોવિદ-19 ને કારણે અમેરિકામાં ફસાયેલા ભારતના નાગરિકો વતી પિટિશન દાખલ : સોમવારે સુનાવણી

ન્યુદિલ્હી : વર્તમાન કોવિદ -19 ને કારણે વિદેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે મોટા ભાગના દેશોએ વિમાની સેવા ચાલુ રાખી છે.જયારે અમેરિકામાં ફસાયેલા ભારતના નાગરિકો માટે પરત લાવવાની કોઈ વ્યવસ્થા નથી.એટલું જ નહીં આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ ઉપર પ્રતિબંધ લાદી દેવાયો હોવાથી આ નાગરિકો માટે વતનમાં પરત આવવું દુષ્કર બન્યું છે. તેથી આ નાગરિકો વતી ભારતની સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી સોમવાર 20 એપ્રિલના રોજ હાથ ધરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:45 pm IST)