Gujarati News

Gujarati News

News of Saturday, 18th April 2020

ચીન વિરુદ્ધ અમેરિકા આકરા પાણીએ : ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીને ફંડ નહીં આપવાનો નિર્ણય

વોશિંગટન : ચીનના વુહાનમાંથી કોરોના વાઇરસ ફેલાવાની વાતમાં તથ્ય હોવાના અનુમાન સાથે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીને ફંડ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસ અંગે જાણ કરવામાં મોડું કરીને ચીને સમગ્ર વિશ્વને સજા કરી છે.તેની ભૂલનો ભોગ દુનિયાના 184 દેશો બન્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે આ ભૂલને કારણે દુનિયાના દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા છે.જેમાં 35 હજાર અમેરિકાના છે.કોરોના વાઇરસનું કેન્દ્ર સ્થાન વુહાન હોઈ શકે છે.જે બાબતની અમારી જાસૂસી સંસ્થા તપાસ કરી રહી છે.

(11:27 am IST)