Gujarati News

Gujarati News

News of Friday, 17th April 2020

થેન્ક યુ હીરોઝ " : કોરોના વાઇરસ સામે ફ્રન્ટલાઈન સેવાઓ આપી રહેલા હેલ્થ વર્કર્સનો આભાર : તબીબો ,મેડિકલ સ્ટાફ ,સફાઈ કર્મચારીઓ ,પોલીસ તંત્ર ,સહીત તમામને બિરદાવવા એફિલ ટાવર , બુર્જ ખલિફા ,સહિતની ઇમારતોમાં રોશનીનો ઝગમગાટ

ન્યુદિલ્હી : વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસના કહેર વચ્ચે પણ જાનના જોખમે સેવાઓ આપી રહેલા હેલ્થ વર્કર્સ ,સફાઈ કર્મચારીઓ ,પોલીસ સ્ટાફ સહિતના તમામને બિરદાવી તેઓનો આભાર માનવ માટે વિશ્વમાં સુપ્રતિષ્ઠિત તથા અજાયબી સમાન ગણાતી ઇમારતોમાં રોશનીના ઝગમગાટ સાથે થૅન્ક યુ હીરોઝ સહિતના જુદા જુદા લખાણો મુકવામાં આવ્યા છે.જેમાં એફિલ ટાવર ,બુરઝ ખલિફા ,ઉપરાંત બ્રાઝીલ તથા ફ્રાન્સ સહિતના દેશોમાં આવેલી ઇમારતોનો સમાવેશ થાય છે. જે  આ વોલન્ટિયર્સનો ઉત્સાહ વધારવામાં મદદરૂપ થઇ રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:18 pm IST)