Gujarati News

Gujarati News

News of Friday, 17th April 2020

કોરોના કોરોના એમ બે વખત બોલી હોટલની લોબીમાં થુંક્યો : સિંગાપોર સ્થિત ભારતીય મૂળના જસવિંદર સિંઘને 2 માસની જેલ

સિંગાપોર : સિંગાપોર સ્થિત ભારતીય મૂળના 52 વર્ષીય આધેડ જસવિંદર સિંઘને  કોર્ટએ 2 માસની જેલસજા ફરમાવી છે.

3 માર્ચના રોજ ચાંગી એરપોર્ટ ખાતે આવેલી હોટલમાં જમવા જતી વખતે વેઈટરે ભોજન ખલાસ હોવાનું જણાવતાં તે ગિન્નાયો હતો અને બે વખત કોરોના કોરોના બોલી હોટલની લોબીમાં થુક્યો હતો.જે બદલ તેને ઉપરોક્ત સજા ફરમાવાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)