Gujarati News

Gujarati News

News of Friday, 17th April 2020

કોરોના વાઇરસથી નહીં પણ તેના ડરથી મોત : બ્રિટનમાં હોસ્પિટલે પહોંચતા પહેલા જ એમ્બ્યુલન્સમાં હાર્ટ એટેક આવવા લાગ્યા

લંડન : કોરોના વાઇરસથી ત્રસ્ત યુરોપ ખંડમાં વિશ્વના કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યાના  66 ટકા થઇ ગઈ છે.તેવા સંજોગોમાં અત્યાર સુધીમાં 90 ઉપરાંત લોકોના મોત થઇ ચુક્યા છે.પરિણામે કોરોના વાઇરસનો ડર વધી રહ્યો છે તેવા સંજોગોમાં બ્રિટનમાં એમ્બ્યુલન્સ માટેના કોલની સંખ્યા ત્રણ ગણા ઉપર થઇ ગઈ છે.એટલુંજ નહીં પેશન્ટને હોસ્પિટલે પહોંચતા પહેલા જ ડરથી હાર્ટ અટેક આવવા લાગ્યા છે.પરિણામે હોસ્પિટલે પહોંચતા પહેલા જ મોટા ભાગના દર્દીઓના મૃત્યુ થવા લાગ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:30 am IST)