Gujarati News

Gujarati News

News of Thursday, 16th April 2020

કોરોના વાઇરસ ઉપર કાબુ રાખવામાં ભારત ,કેનેડા ,અને ઓસ્ટ્રેલિયા ટોપ ઉપર

ન્યુદિલ્હી : સમગ્ર વિશ્વમાં કૂદકે ને ભૂસકે કોરોના વાઇરસના કેસ ગતિ પકડતા જાય છે.તેવા સંજોગોમાં ભારત ,કેનેડા ,અને ઓસ્ટ્રેલિયામાં આ પ્રમાણ ધીમું છે.જે માટે મુખ્ય પરિબળ લોકડાઉન હોવાનું જણાયું છે.જયારે અમેરિકા ,યુ.કે.સહિતના દેશોમાં તેની ગતિ એકદમ ઝડપી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં લોકડાઉન 1 અને 2 માં હજુ સુધી રેલ,વિમાન ,બસ ,સહિતના ટ્રાન્સપોર્ટેશન ઉપર રોક લગાવાઈ છે.તેમજ વડાપ્રધાન શ્રી મોદીના એલાનને માન આપી મોટા ભાગના પ્રજાજનો લોકડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યા છે.તેવું સ્વાસ્થ્ય મંત્રાલયના એક અહેવાલમાં જણાવાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:46 pm IST)