Gujarati News

Gujarati News

News of Thursday, 16th April 2020

વિશ્વના 53 દેશોમાં ફેલાયેલા 3336 ભારતીયો કોરોના વાઇરસથી સંક્રમિત : કુવેત ,સિંગાપોર ,કતાર ,ઈરાન ,સહીતના દેશોમાં વસતા ભારતીયો મોટી સંખ્યામાં કોરોના વાઇરસની ઝપટમાં

ન્યુદિલ્હી : દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલા ભારતીયો પૈકી 53 દેશોમાં વસતા 3336 ભારતીયોનો કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આ ભારતીયો પૈકી કુવૈતમાં 785 ,સિંગાપોરમાં 634 ,કતારમાં 420 ,ઈરાનમાં 308 ,યુ.એ.ઈ.માં 238 ,સાઉદી અરેબિયામાં 186 ,બહેરીનમાં 135 ,ઇટાલીમાં 91 મલેશિયામાં 37 ,પોર્ટુગલમાં 36 ,ઘાનામાં 29 ,યુ.એસ.માં 40 ,સ્વિત્ઝરલેન્ડમાં 15 ,તથા ફ્રાન્સમાં 13 મળી અન્ય દેશો સહીત કુલ 3336 ભારતીયોનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:21 pm IST)