Gujarati News

Gujarati News

News of Thursday, 16th April 2020

વંશીય ભેદભાવ ધરાવતા લોકોએ યુ.એ.ઈ.છોડવું પડશે : કોરોના વાઇરસ ફેલાવવા બદલ તબ્લીગી જમાત વિરુદ્ધ કોમેન્ટ કરનાર ભારતીયને પ્રિન્સેસની ધમકી

દુબઇ : ભારતમાં તબ્લીગી જમાતને  કોરોના વાઇરસ ફેલાવવામાં જવાબદાર ગણનાર એક ભારતીય મૂળના યુઝરની ટ્વીટર ઉપરની કૉમેન્ટને ધ્યાને લઇ યુ.એ.ઈ.ના પ્રિન્સેસ ખફા થયા હતા.તેમને જણાવ્યું હતું કે આવી વંશીય કોમેન્ટ કરનારા લોકોએ દંડ ભરવો પડશે અને યુ.એ.ઈ.છોડવું પડશે.
ઉલ્લેખનીય છે  કે ભારતીય મૂળના બે  યુઝર વચ્ચે ટ્વિટર પર વિવાદ શરૂ થયો હતો. તેમાં એકે  તબલીગ જમાતના લોકો કેવી રીતે થૂંકે છે તે અંગે વાત કરી હતી. તેણે આને એક પ્રકારનો જેહાદ ગણાવ્યો હતો. આ લોકો રેડિકલ ઇસ્લામિક આતંકવાદીઓ હોવાનું પણ કહ્યું હતું. હાલમાં તેનું  અકાઉન્ટ અસ્તિત્વમાં નથી પરંતું પ્રિન્સેસે તેને જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારના વંશીય ભેદભાવ વાળા લોકોને UAE છોડવું પડશે.

(6:35 pm IST)