Gujarati News

Gujarati News

News of Thursday, 16th April 2020

" રૂકતા હી નહીં તું કહીં હારકે " : કોરોના વાઇરસ સામે ફ્રન્ટલાઈન સેવાઓ આપતાં ડોક્ટરોને બિરદાવતું ગીત : ઇન્ડિયન અમેરિકન ગાયિકા અનુરાધા પાલકુર્તીના સુમધુર કંઠે ગવાઇ રહેલા ગીતના વીડિયોએ લોકોને ઘેલા કર્યા

વોશિંગટન : કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે જાનના જોખમે સેવાઓ આપી રહેલા ફ્રન્ટલાઈન ડોક્ટરોને બિરદાવતું ગીત અમેરિકામાં ખુબ લોકપ્રિય થઇ રહ્યું છે. રૂકતા હી નહીં તું કહીં હારકે ની મુખ્ય પંક્તિ સાથેનું આ ગીત ઇન્ડિયન અમેરિકન ગાયિકા અનુરાધા પાલકુર્તીના સુમધુર કંઠે ગવાયેલું છે.જેના વીડિયોએ લોકોને ઘેલા કરી દીધા છે.
બોસ્ટન સ્થિત જુજુ પ્રોડક્શને એક જ સપ્તાહમાં તૈયાર કરી આપેલા આ ગીત સાથેનો વિડીયો આજ વાઇરલ થતાં વેંત જ લોકપ્રિયતાની સીમાઓ ઓળંગવા લાગ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:53 pm IST)