Gujarati News

Gujarati News

News of Thursday, 16th April 2020

" ભારત માટે જોખમ વધ્યું " : દુશમન દેશ પાકિસ્તાન પાસે સિક્રેટ અને સંહાર કરવામાં એકદમ ઘાતકી એવી ' સબમરીન ' : કરાચીના બંદર ઉપર રાખેલી આ સબમરીન વિષે પાકિસ્તાને વિશ્વને અંધારામાં રાખ્યું

કરાચી : પાકિસ્તાનની નૌસેના પાસે 55 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી તથા  સંહાર કરવામાં એકદમ ઘાતક એવી  સબમરીન હોવાનું બહાર આવ્યું છે.જે કરાચીના બંદરે રાખવામાં આવી છે.અને આ બાબતે તેણે ક્યાંય પણ કોઈપણ જાતના ઉલ્લેખ વગર સમગ્ર વિશ્વને અંધારામાં રાખ્યું છે.
આ સબમરીન અમેરિકા અને ઇટાલીની સબમરીનને ટક્કર આપે તેવી છે.જે તેણે પોતાના દેશમાં જ બનાવી હોઈ શકે તેવું અનુમાન છે.

(12:22 pm IST)