Gujarati News

Gujarati News

News of Thursday, 16th April 2020

" સાવધાન " : ચીન હવે એટમબૉમ્બ પરીક્ષણ કરી રહ્યું છે : અમેરિકાનો ઘટસ્ફોટ : ભારત માટે જોખમ

વોશિંગટન : કોરોના વાઇરસથી મોતને ભેટનારા તથા સંક્રમિત લોકોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહેલા અમેરિકાએ કોરોના વાઇરસના વ્યાપ માટે ચીનને જવાબદાર ગણ્યું છે.એટલુંજ નહીં આ માટે પરિણામો ભોગવવાની ચીમકી પણ આપી દીધી છે.
હવે અમેરિકાએ બીજો ઘટસ્ફોટ કર્યો છે.જે મુજબ ચીનમાં પરમાણુ પરીક્ષણ થઇ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.જે વિશ્વમાં નક્કી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન ગણાય
જોકે આ અંગે તેણે કોઈ પુરાવા આપ્યા નથી.
ઉલ્લેખનીય છે કે ચીનની ધરતી નીચે થઇ રહેલા પરમાણુ પરીક્ષણના કારણે સૌથી વધુ જોખમ પડોશી ભારત દેશ માટે ગણાય

(12:04 pm IST)