Gujarati News

Gujarati News

News of Thursday, 16th April 2020

WHO ને મળતા ફંડમાં આ વર્ષે ઘટાડો થતા વિશ્વના આરોગ્ય ઉપર માઠી અસર થશે : કુલ ફંડના 15 ટકા હિસ્સો એકલું અમેરિકા જ આપતું હતું

વોશિંગટન : 1948 ની સાલથી અસ્તિત્વમાં આવેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ફંડ આપવામાં અત્યાર સુધી અમેરિકા અગ્રક્રમે રહ્યું છે.જે એકલુંજ કુલ ફંડના 15 ટકા ફંડ આપે છે.જેનો 27 ટકા હિસ્સો પોલિયો નિવારણ માટે વયરાય છે.પરંતુ આ વર્ષે અમેરિકાએ ફંડ આપવાનો ઇન્કાર કરતા પોલિયો સારવાર માટે વપરાતી રકમમાં ઓટ આવશે.સાથોસાથ અમેરિકાના માત્ર 10 ટકા જેટલું જ ફંડ આપતું ચીન કોરોના વાઇરસના ફેલાવામાં નિમિત્ત બન્યું છે.જેણે સમગ્ર વિશ્વને આ બાબતે અંધારમાં રાખવાનો આક્ષેપ અમેરિકાએ કર્યો છે.જેના પરિણામો ભોગવવા તેણે ચીનને ચીમકી પણ આપી છે.

આ બધા વચ્ચે વોર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ચીન બાબતે કઈ ન કરી શકતા ખફા થયેલા અમેરિકાએ આ વર્ષે ફંડ આપવાનો ઇન્કાર કરી દીધો છે.જેની અસર વિશ્વના આરોગ્ય માટેની સારવાર ઉપર પડશે.

(11:34 am IST)