Gujarati News

Gujarati News

News of Wednesday, 15th April 2020

બરાક ઓબામા પછી હવે એલિઝાબેથ વોરેને પણ જો બિડનને સમર્થન ઘોષિત કર્યું : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં

વોશિંગટન : નવેમ્બર માસમાં યોજાનારી અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડનને પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ સમર્થન ઘોષિત કર્યાના બીજા જ દિવસે પ્રેસિડન્ટ પદના પૂર્વ ઉમેદવાર તથા સેનેટર  એલિઝાબેથ વોરેને પણ સમર્થન ઘોષિત કર્યું છે.તેમણે આ પદ માટે બિડનને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા છે.
અત્યાર સુધીમાં બિડનને મળેલા તમામ પૂર્વ સ્પર્ધકોના સમર્થન બાદ હવે છેલ્લા બાકી રહેલા એલિઝાબેથએ પણ સમર્થન આપતો વિડિઓ ટ્વીટ કરતાં અને ચારે દિશાઓના સમર્થનને ધ્યાને લેતા તેઓ વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટને આગામી ચૂંટણીમાં ટક્કર આપી શકશે તેવું જણાઈ રહ્યું છે.

(8:27 pm IST)