Gujarati News

Gujarati News

News of Wednesday, 15th April 2020

" અમેરિકન ઇકોનોમિક રિવાઇવલ ઇન્ડસ્ટ્રી ગ્રુપ " : કોવિદ -19 ના હાહાકારથી ઠપ્પ થઇ ગયેલા અર્થતંત્રને બેઠું કરવાનો પ્રયાસ : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ શરૂ કરેલા ગ્રુપમાં સુંદર પીચાઈ ,સત્ય નાદેલા ,સહીત 6 ઇન્ડિયન અમેરિકનને સ્થાન

વોશિંગટન : વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસને કારણે દુનિયાના બધા દેશોના અર્થતંત્ર ડામાડોળ થઇ ગયા છે.તેવા સંજોગોમાં આ મહામારીનો સૌથી વધુ ભોગ બનેલા અમેરિકાએ પોતાના અર્થતંત્રને બેઠું કરવા માટે ગ્રેટ અમેરિકન ઇકોનોમિક રિવાઇવલ ઈન્ડસ્ટી ગ્રુપ બનાવ્યું છે.જેમાં 6 ઇન્ડિયન અમેરિકન કોર્પોરેટ અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
આ 6 મહાનુભાવોમાં ગુગલના સુંદર પીચાઈ ,માઈક્રોસોફ્ટના સત્ય નાદેલા ,અરવિંદ ક્રિષ્ના ,સંજય મેહરોત્રા ,એન મુખરજી ,તથા અજય બાંગાનો સમાવેશ થાય છે.
ગ્રુપમાં કુલ 200 વ્યવસાયિકોનો સમાવેશ કરાયો છે.જેમાં ઇન્ડસ્ટ્રી ,સેલ ,ટેક્નોલોજી ,સહિતના વિભાગો છે.જેના અગ્રણીઓ આર્થિક ગતિને વેગ આપવા જુદા જુદા રસ્તાઓ બતાવશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:24 pm IST)