Gujarati News

Gujarati News

News of Wednesday, 15th April 2020

અમેરિકામાં આર્થિક તંગી ભોગવી રહેલા વિદેશી સ્ટુડન્ટ્સ માટે સારા સમાચાર : વર્તમાન કોરોના વાઇરસ સંજોગોમાં " વર્ક ફ્રોમ કેમ્પસ " કરવા માંગતા હો તો એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન્સને અરજી કરો

વોશિંગટન : વર્તમાન કોરોના વાઇરસ સંજોગોને કારણે સ્કૂલ તથા કોલેજો બંધ હોવાથી કેમ્પસમાં અથવા કોઈ જગ્યાએ રોકાઈ જવા મજબુર બનેલા વિદેશી સ્ટુડન્ટ્સ આર્થિક તંગી ભોગવી રહ્યા હોવાનું સરકારની જાણમાં આવતા આ તંગી દૂર કરવા નવો રસ્તો ખોલવામાં આવ્યો છે.જે મુજબ આવા સ્ટુડન્ટ્સ વર્ક ફ્રોમ કેમ્પસ કરવા માંગતા હોય અને આર્થિક તંગી હળવી કરવા માંગતા હોય તો તેઓ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન્સને અરજી કરી શકશે તેવું USCIS ની યાદીમાં જણાવાયું છે.

(6:17 pm IST)