Gujarati News

Gujarati News

News of Wednesday, 15th April 2020

યુ.એસ.માં રોકવાના વિઝા લંબાવી આપવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે : રોકાઈ પડવાનું કારણ તથા સંજોગો સહિતની વિગત આપ્યા બાદ જ યોગ્યતા પ્રમાણે ક્રમાનુસાર કાર્યવાહી થશે : USCIS ની સ્પષ્ટતા

વોશિંગટન : વર્તમાન કોરોના વાઇરસના કારણે આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ હોવાથી તથા જુદા જુદા દેશોમાં લોકડાઉનના સંજોગોને કારણે અમેરિકાની સરકારે એચ.1બી તથા ટુરિસ્ટ વિઝા લંબાવી આપવાનું નક્કી કર્યું છે.
જોકે આ અંગે કરાયેલી સ્પષ્ટતા મુજબ આ વિઝા ઓટોમેટિક નહીં લંબાવાઈ જાય.તે માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ રોકાઈ પડવાનું કારણ તથા સંજોગો સહિતની સ્પષ્ટતા બાદ જ ક્રમાનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:01 pm IST)