Gujarati News

Gujarati News

News of Wednesday, 15th April 2020

અમેરિકા પછી હવે યુ.કે.એ પણ વિઝાની મુદત વધારી : વિદેશોમાંથી આવેલા કુશળ કારીગરો માટે વિઝાની મુદત 31 મે સુધી લંબાવાઈ

લંડન : વર્તમાન કોરોના વાઇરસના વિશ્વ વ્યાપ્ત કહેરને કારણે મોટા ભાગના દેશોએ આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ કરી દીધી હોવાથી યુ.કે.એ વિઝાની મુદતમાં વધારો કરી દીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
જે વિદેશી કુશળ કામદારોની વિઝાની મુદત પુરી થઇ ગઈ છે અથવા તો પુરી થવામાં છે.તેઓ ઓનલાઇન મુદત વધારવા માટે અરજી કરી શકશે.અલબત્ત,આ માટે તેઓએ ભરવાની થતી ફી ચુકવવાની રહેશે.જેથી મુદત 31 મે સુધી લંબાવી અપાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:03 pm IST)