Gujarati News

Gujarati News

News of Wednesday, 15th April 2020

અમેરિકામાં 2022 ની સાલ સુધી સોશિઅલ ડિસ્ટન્સ જરૂરી બનશે ? : સ્કૂલો બંધ રાખવી પડશે : ફરજીયાત ઘરમાં પુરાઈ રહેવું પડશે : જો કોરોના વાઇરસને નાથવાની વેક્સીન સમયસર તૈયાર નહીં થાય તો વિકટ પરિસ્થિતિ સર્જાશે : હાર્વર્ડ યુનિવર્સીટીના સંશોધકોએ ભીતિ વ્યક્ત કરી

વોશિંગટન : સમગ્ર વિશ્વ પૈકી અમેરિકામાં સૌથી વધુ હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને નાથવા માટેની વેક્સીન જો સમયસર તૈયાર નહીં થાય તો અમેરિકામાં સોશિઅલ ડિસ્ટર્ન્સિંગ કાયમી સમસ્યા બની રહેશે તેવી ભીતિ હાર્વર્ડ યુનિવર્સીટીના સંશોધકોએ વ્યક્ત કરી છે.
સંશોધકોની આ ટીમે જણાવ્યા મુજબ આ સોશિઅલ ડિસ્ટન્સ 2022 ની સાલ સુધી જરૂરી બનશે.એટલુંજ નહીં સ્કૂલો પણ બંધ રાખવી પડશે.તેમજ લોકોએ ફરજીયાત ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:59 am IST)