Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અમેરિકામાં ઇન્ડિયા હાઉસ તથા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા હયુસ્ટનના સંયુકત ઉપક્રમે આવતીકાલ ૨૦ જુનના રોજ ''આંતર રાષ્ટ્રિય યોગા દિન'' ઉજવાશેઃ સુશ્રી દુર્ગા તથા સુશ્રી સુશીલા અગ્રવાલ દ્વારા ટીશર્ટ સ્પોન્સર કરાશે

હયુસ્ટનઃ યુ.એસ.માં ઇન્ડિયા હાઉસ તથા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા હયુસ્ટનના સંયુકત ઉપક્રમે આવતીકાલ ૨૦ જુનના રોજ આંતર રાષ્ટ્રિય યોગા દિન ઉજવાશે. જેનો સમય સવારે ૧૧ થી ૧૨ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

ઇન્ડિયા હાઉસ, ૮૮૮૮, વેસ્ટ બેલફોર્ટ એવ.હયુસ્ટન, ટેકસાસ મુકામે થનારી ઉજવણીમાં શામેલ થવા સાદડી (પાથરણું) સાથે લાવવા વિનંતી કરાઇ છે. ટીશર્ટ સુશ્રી દુર્ગા તથા સુશ્રી સુશીલા અગ્રવાલ દ્વારા સ્પોન્સર કરાશે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)
  • ટીવી ચેનલોને સરકારની તાકીદ : મોદી સરકારે તમામ ટીવી ચેનલોને ટીવી ઉપર રીયાલીટી શો અને કાર્યક્રમોમાં બાળકોને અયોગ્ય, અજુગતા અને સજેસ્ટીવ સ્વરૂપે નહિં બતાવવા આદેશ આપ્યા છે access_time 4:03 pm IST

  • ગુજરાત રાજયસભાની ચૂંટણી : સુપ્રિમે ચુંટણી પંચને નોટીસ પાઠવી : રાજકોટઃ ગુજરાતમાં રાજયસભાની બે બેઠકો માટે અલગ અલગ બેલેટ પેપરથી એક જ દિવસમાં બે વખત મતદાન કરાવવાની ચૂંટણીપંચની જાહેરાતને કોંગ્રેસ પક્ષે સુપ્રિમમાં પડકારી છે. કોંગ્રેસની અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરી ચૂંટણી પંચને સુપ્રિમે નોટીસ પાઠવી છે. વિશેષ સુનાવણી આવતા અઠવાડીયે મંગળવારે હાથ ધરાશે access_time 1:06 pm IST

  • આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ યોજાય : શાળા પ્રવેશ ઉત્સવને લઇ રાજય સરકારનો મહત્વનો નિર્ણયઃ આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ ઉજવાયઃ દર વર્ષે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાય છેઃ ટુક સમયમાં શિક્ષણ મંત્રી સત્તાવાર રીતે જાહેરાત કરશે access_time 4:04 pm IST