Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

India (ભારત)ની બહાર સૌથી મોટી માનવ-મેદની

ગાયત્રી મંદિર, પીસ્‍કાટ વે N.J. દ્વારા હોળી ધૂળેટી રંગોત્‍વની ભવ્‍ય ઉજવણી

અમેરિકાની ધરતી ઉપર, ગાયત્રી મંદિર, Piscataway દ્વારા હોળી-ધૂળેટી રંગોત્‍સવની ઉજવણીમાં બહોળો માનવ મહેરામણ ઉમટયો: ભારતની બહાર સૌથી મોટી માનવમેદની ૮ર૦૦ થી વધુ રૂબરૂ ઉપસ્‍થિત હોળી ધૂળેટી રંગોત્‍સવ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ વિશ્વ ગાયત્રી પરિવારનાં સ્‍થાપક પંડિતશ્રી રામશર્મા આચાર્યજી અને માતાશ્રી ભગવતી દેવીનાં પ્રેરણા, સૂક્ષ્મ માર્ગદર્શન દ્વારા પરિવારનાં પ્રમુખ શ્રધ્‍ધેય શ્રી ડો. પ્રશવ પંડયાજી અને શ્રધ્‍ધેયા શૈલ. જી.જી.ના માર્ગદર્શન થકી ન્‍યુજર્સી સ્‍થિત ગાયત્રી ચેતના સેન્‍ટર (GCC), Piscataway દ્વારા  માર્ચ ર૪, રવિવારના રોજ ભવ્‍ય હોળી-ધૂળેટીનું આયોજન હાથ ધરાયેલ.

ગાયત્રી મંદિર, પીસ્‍કાટવે દ્વારા હિંદુ સંસ્‍કૃતીને ધબકતી રાખવા માટે અનેક વિધ પ્રવૃત્તિઓ, અને ત્‍હેવાર ઉજવણીનું પ્‍લાનીંગ સુચારી પ્રમાણે હાથ ધરાય છે. ૮ર૦૦ જેટલા ઉપસ્‍થિત ભકતો માટે વિનામૂલ્‍યે મહાપ્રસાદીની વ્‍યવસ્‍થા દાદ માંગી લે તેવી અવિસ્‍મરતીય બની હતી.

ગાયત્રી મંદિરના પૂજારી શાંતીકુંજ, હરિદ્વારથી અને સ્‍થાનિક મંદિરની સેવકોની ૮ર૦૦ વ્‍યકિતઓ સહયોગ મુજબ મંદિરની પ્રાંગણના વિશાળ Play Ground માં હોળી -પ્રાગટય માટેની તૈયારી કરી હતી.

હોલીકા દહનની શાસ્ત્રોકત વિધિ અનુસાર મીંદરના વિશાળ પ્રાંગણમાં હોળીની પ્રાગટય વિધિ સંપન્ન બની હતી.

સંગીત પરંપરાગત મ્‍યુઝીક સરવણી સતત ૩ કલાક ચાલી હતી. મોટા ઢોલ સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સનાં બુલંદ અવાજ સાથે ઉપસ્‍થિત ભાવિક માનવમેદની દ્વારા નાચતા-કુદતા આનંદ ગેલા બની મસ્‍તાથી રંગબેરંગી રંગો દ્વારા ઉલ્લાસપૂર્વક ગાયત્રી મંદિર ભરચક ભરાઇ ગયેલ. હોલી બાદ, બધાને માટે પાઉંભાજી-પુલાવની સાથે મહાપ્રસાદ લઇને યાદગાર સંસ્‍મરણો લઇને દૂર દૂર થી આવેલા માનવ મહેરામણ છુટો પડેલ. ૮૦ થી ૧૦૦ જેટલા નાનાથી માંડીને આબાલ વૃધ્‍ધો ની સ્‍વયંસેવકોની ટીમની વ્‍યવસ્‍થા -આયોજન પૂનમની રાત્રિએ ચાર ચાંદ લગાવી દીધેલ- એટલું સુચારૂ આયોજન કરેલ સ્‍વયં સેવકોની ટીમની મહેનત દાદ માંગી લે તેવી હતી.

 

(12:02 am IST)