Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

''હોલી હંગામા'': યુ.એસ.ના ઇરવિન કેલિફોર્નિયામાં રર માર્ચના રોજ ઉજવાનારો ઉત્સવઃ ઓવરસીઝ ઇન્ડિયા એશોશિએશનના ઉપક્રમે થનારી ઉજવણીમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ઓવરસીઝ ઇન્ડિયા એશોશિએશન એન્ડ ઇરવિન ઇન્ડિઅન્સના ઉપક્રમે ૨૨ માર્ચ ૨૦૧૯ના રોજ ''હોલી હંગામા''નું આયોજન કરાયું છે.

સ્વીટ શેડ પાર્ક, ૧૫, સ્વીટ શેડ, ઇરવિન કેલિફોર્નિયા મુકામે ઉજવાનારા આ ઉત્સવમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે. જેનો સમય સાંજે ૬-૩૦ થી રાત્રિના ૮-૩૦ સુધીનો રાખવામાં આવ્યો છે.

તહેવારમાં શામેલ થવા ઇચ્છુકોએ પોતાના રંગો, મિઠાઇ, સોફટ ડ્રીંકસ સહિતની ચીજો પોતાની સાથે લાવવાની રહેશે. તમામને પિઝા આપવામાં આવશે જેનો ખર્ચ સહુએ ભાગે પડતો વહેંચી લેવાનો રહેશે. રંગો ઉડાડવામાં શામેલ થનાર મહિલાઓએ સફેદ વસ્ત્રો સાથે રંગીન દુપટ્ટો પહેરવા અનુરોધ કરાયો છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

 

 

(8:43 pm IST)
  • ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઈકોર્ટે ચૂંટણીપંચને નોટીસ ફટકારી : ચૂંટણીપંચ ૨૫મીએ જવાબ રજૂ કરશે access_time 6:04 pm IST

  • નહિ સુધરે પાકિસ્તાન હવે પાકિસ્તાન ખીજ ઉતારવા લાગ્યું રાજદ્વારીઓ ઉપરઃ પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદ્વારીઓને હેરાન કરવાનું શરૂ કર્યું: ભારતે તપાસની માંગ કરી access_time 11:25 am IST

  • અમદાવાદના ચમનપુરામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયુ બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ઘી વેચવાનું કારસ્તાન : ઝડપાયુ : ક્રાઈમ બ્રાન્ચે ૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો access_time 6:04 pm IST