Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

OCI કાર્ડ રીન્યુ કરાવવાની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવો : ઇન્ડિયન અમેરિકન સોશિઅલ એક્ટિવિસ્ટ શ્રી પ્રેમ ભંડારીની અપીલ

વોશિંગટન : વિદેશોમાં વસતા ભારતીયોને ભારતની મુલાકાત માટે ખુબ જ ઉપયોગી તેવા ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા ( OCI ) કાર્ડ રીન્યુ કરાવવાની છેલ્લી તારીખ 30 જૂન 2020 છે.પરંતુ આ માટેની લાંબી અને અટપટી પ્રક્રિયાને ધ્યાને લઇ ઇન્ડિયન અમેરિકન સોશિઅલ એક્ટિવિસ્ટ શ્રી પ્રેમ ભંડારીએ આ મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવી આપવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ કાર્ડ ધરાવનાર વિદેશ સ્થિત ભારતીય ગમે તેટલીવાર વતનની મુલાકાત લઇ શકે છે તથા તેઓને સરકારી સહિત દરેક કામગીરીમાં પ્રાધાન્ય આપી સગવડ સાચવવાની જોગવાઈ છે.

(1:26 pm IST)