Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બલ્લે.....બલ્લે ... : ભારતના પંજાબી પરિવારની યુવતીએ કેનેડા આર્મ્ડ ફોર્સમાં ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન મેળવ્યું

ફરીદકોટ : ભારતના ફરીદકોટથી રોજી રોટી રળવા ગયેલા પંજાબી પરિવારની 22 વર્ષીય યુવતી પુનિત ચાવલાની કેનેડા આર્મ્ડ ફોર્સમાં ઉચ્ચ હોદ્દા ઉપર નિમણુંક થઇ છે તેની શારીરિક ક્ષમતા અને બૌદ્ધિક સ્તરને ધ્યાને લઇ તેને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટમાં મુકવામાં આવી છે.

જયારે ફરીદકોટનો આ પંજાબી પરિવાર કેનેડા ગયો ત્યારે પુનિત માત્ર એક વર્ષની હતી જેને નાનપણથી જ આર્મીમાં જોડાવાનો શોખ હતો તેથી તેણે તે માટે શારીરિક ચુસ્તતા કેળવી લીધી હતી અને તેનું માનસિક સ્ટાર પણ ઘણું ઉંચુ હતું તેથી આર્મી અધિકારીઓએ તેને ઇન્ટેલિજન્સ વિભાગમાં નિમણુંક આપી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:06 pm IST)