Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

''રેજેનરન સાયન્સ સ્કોલર્સ ૨૦૨૦'': સાયન્સ તથા મેથેમેટીકસ ક્ષેત્રે પસંદ કરાયેલા ૩૦૦ સ્કોલર્સમાં ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન

વોશીંગ્ટનઃ સોસાયટી ફોર સાયન્સ એન્ડ પબ્લીકએ ૨૦૨૦ની સાલ માટેના ૩૦૦ રેજેનરન સાયન્સ સ્કોલર્સના નામો જાહેર કર્યા છે. જેમાં ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે.

હાઇસ્કુલ સિનીયર્સ માટેની સાયન્સ તથા મેથેમેટીકસ ક્ષેત્રની પ્રતિષ્ઠિત તથા જુની સાયન્સ ટેલેન્ડ સર્ચ સ્પર્ધામાં ૩૦૦ સ્ટુડન્ટસની પસંદગી થઇ છે. જે તમામને તથા તેમની સ્કૂલને ૨ હજાર ડોલર આપવામાં આવશે.

આ ૩૦૦ સ્કોલર્સમાં સ્થાન મેળવનાર ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસમાં રોહન આહલુવાલિયા, રવિ બાલા સુબ્રમણીયમ, પ્રતિક ભારદ્વાજ, જગદીપ ભાટીયા, રિષભ બોઝ, અમોઘ ભટનાગર સહિતના સ્ટુડન્ટસનો સમાવેશ થાય છે.

(8:43 pm IST)