Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

નેપાળમાં સૌપ્રથમ ‘‘બોન મેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટર'' શરૂ કરતા ઇન્‍ડિયન અમેરિકન ડો. વિનય શાહ : વિનયતારા ફાઉન્‍ડેશનનાં ઉપક્રમે શરૂ કરાયેલા સેન્‍ટરથી કેન્‍સરના દર્દીઓને નવું જીવન મળશે : ‘‘બી.પી. કોઇરાલા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ હેલ્‍થ સાયન્‍સ'' દ્વારા પૂર્વ વિધાર્થી ડો. વિનય શાહના માનવતાપૂર્ણ કૃત્‍ય બદલ એવોર્ડ આપી સન્‍માન કરાયું

નેપાળ : વિનયતારા ફાઉન્‍ડેશનના પ્રેસિડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન ડો. વિનય શાહનું તાજેતારમાં રર નવેં. ૨૦૧૭ના રોજ નેપાળમાં બી.પી. કોઇરાલા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ હેલ્‍થ સાયન્‍સ (BPKIHS) દ્વારા એલ્‍યુજની એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.

નેપાળમાં સૌપ્રથમ બોન મેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટર શરૂ કરવા બદલ  તેમને સન્‍માનિત કરાયા હતા. આવું જ સેન્‍ટર તેમણે ભારતના મધ્‍યપ્રદેશમાં પણ શરૂ કર્યુ છે.

સન્‍માન બદલ આભાર કરતાં ડો. શાહએ જણાવ્‍યું હતું કે તેઓ જે સંસ્‍થામાં અભ્‍યાસ કરી ચૂકયા છે તેનું રુણ ચૂકવવાનો તેમણે પ્રયત્‍ન કર્યો છે. જેનાથી કેન્‍સરના દર્દીઓને નવું જીવન મળી શકશે. 

(9:24 pm IST)