Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

અમેરિકાના પ્રવાસે જતા ભારતીયોની સંખ્‍યામાં ઘટાડો : ૨૦૧૭ ની સાલના પ્રથમ ત્રણ માસમાં ૧૩ ટકા તથા બીજા ત્રિમાસિક ગાળામાં પ્રવાસીઓની સંખ્‍યા ૧૮ ટકા જેટલી ઘટી ગઇ : યુ.એસ. નેશનલ ટ્રાવેલ એન્‍ડ ટુરીઝમ ઓફિસનો અહેવાલ

વોશીંગ્‍ટન : ટ્રાવેલ વીઝા મેળવી અમેરિકાના પ્રવાસે જતા ભારતીયોની સંખ્‍યામાં ૨૦૧૭ની સાલના પ્રથમ ૬ માસમાં ૧૨.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ માટે છેલ્લા વર્ષમાં ભારતમાં લેવાયેલા ૨ ક્રાંતિકારી નિર્ણયો જેવા કે નોટબંધી તથા GSTની અસર જવાબદાર હોઇ શકે તેવું અનુમાન કરવામાં આવે છે.

૨૦૧૭ની સાલના પ્રથમ ૩ માસમાં ૧૨.૯ ટકા જેટલા ઘટાડા બાદ એપ્રિલથી જુન સુધીના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય પ્રવાસીઓની સંખ્‍યામાં ૧૮.૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેવો અહેવાલ તાજેતરમાં ‘‘યુ.એસ.નેશનલ ટ્રાવેલ એન્‍ડ ટુરીઝમ ઓફિસ'' દ્વારા બહાર પાડવામાં આવ્‍યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:21 pm IST)