Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

બ્‍લડ કેન્‍સરની સારવાર માટે ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસરની ટીમનું નવું સંશોધન : પેશન્‍ટના શરીરમાં રહેલા T- cells ને લેબોરેટરીમાં મોકલી પ્રક્રિયા બાદ ફરીથી શરીરમાં દાખલ કરી કેન્‍સરના જંતુઓ ઉપર આક્રમણ કરવાની પધ્‍ધતિ

ટેકસાસ : યુ.એસ.ની ટેકસાસ યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી સતવા નિલાયુ તથા તેની સંશોધક ટીમએ  બ્‍લડ કેન્‍સર માટે T- Cells પધ્‍ધતિ વિકસાવી છે. જે અંતર્ગત પેશન્‍ટના શરીરમાંથી લીધેલા વારસાગત T સેલ્‍સને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જયાં બ્‍લડ કેન્‍સરના સેલ્‍સને નાબુદ કરવાની પ્રક્રિયા તેમાં ઉમેરાયા બાદ ફરીથી આ સેલ દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. જેના ચમત્‍કારિક પરિણામો થવા મળ્‍યા છે. જયારે તમામ સારવાર કારગત ન નિવડે ત્‍યારે આનો ઉપયોગ ફાયદાકારક પૂરવાર થાય છે. જો કે તેથી સાઇડ ઇફેકટ પણ થાય છે. તેવા દર્દીને તેની અગાઉથી જાણ કરવી પણ જરૂરી ગણાય છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.  

(9:20 pm IST)