Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

યુ.એસ.ના ઓહિયોમાં આવેલા સ્‍ટોરમાં કામ કરતા ઇન્‍ડિયન અમેરિકન યુવાન કરૂણાકર કારેન્‍ગલ ઉપર ગોળીબારઃ ૪ ડિસેં.ના રોજ રાત્રે ૧૦ વાગ્‍યે આવેલા ૨ શખ્‍સો ગોળીબાર કરી, નાણાંની લૂંટ ચલાવી ફરારઃ હોસ્‍પિટલમાં દાખલ કરાયેલા યુવાને ૮ ડીસેં.ના રોજ દમ તોડયોઃ શકમંદો વિષે માહિતિ આપવા ફેરફિલ્‍ડ પોલીસ ડીપાર્ટમેન્‍ટની પબલીકને અપીલ

ઓહિયોઃ યુ.એસ.ના ફેરફિલ્‍ડ, ઓહિયો મુકામે કન્‍વીનીઅન્‍સ સ્‍ટોરમાં કામ કરતા ઇન્‍ડિયન અમેરિકન યુવાન કરૂણાકર કારેન્‍ગલ ઉપર ૪ ડિસેં. ૨૦૧૭ના રોજ ગોળીબાર કરી નાસી છૂટેલા ૨ શખ્‍સોને પકડવા માટે પોલીસ ડીપાર્ટમેન્‍ટએ પબ્‍લીકની મદદ માંગી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ૪ ડિસેં.ના રોજ રાત્રે ૧૦ વાગ્‍યે સ્‍ટોરમાં આવેલા ૨ શખ્‍સોએ કરૂણાકર ઉપર ગોળીબાર કરી નાણાની લૂંટ ચલાવી હતી. તથા નાસી છૂટયા હતા.

કરૂણાકરને હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેણે ૮ ડીસેં.ના રોજ દમ તોડી દીધો હતો. તેનો પરિવાર ભારતમાં વસે છે.

સ્‍ટોરમાં રાત્રે આવેલા બંને શખ્‍સોના ચહેરા ઢાંકેલા હતા તેથી ઓળખ મુશ્‍કેલ બની છે એક શખ્‍સે ડાર્ક જાકીટ તથા બીજાએ લાઇટ કલરનુ જાકીટ પહેર્યુ હતુ.

કોઇને માહિતિ હોય તો ફેરફિલ્‍ડ પોલીસ ડીપાર્ટમેન્‍ટને ૫૧૩-૮૯૬-૮૨૦૦ દ્વારા અથવા ક્રાઇમ સપોર્ટર્સને ૫૧૩-૩૫૨-૩૦૪૦ દ્વારા જાણ કરવા વિનંતી કરાઇ છે માહિતિ આપનારને યોગ્‍ય બદલો અપાશે. ફરિયાદ મૃતકના બ્રધર ઇન લો એ નોંધાવી છે.

(9:22 pm IST)