Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

યુ. એસ.માં નેવાડા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન કાર્ડિયોલોજીસ્‍ટ ડો.દેવેન્‍દ્ર પટેલની ધરપકડઃ પ્રતિબંધિત દવાઓ ઓકસીકોડોન તથા હાઇડ્રો કોડોનના વિતરણ તથા હેલ્‍થકેર ફ્રોડના આરોપોઃ ૧૩ ડીસેં.ના રોજ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં રજુ કરાયા

નેવાડાઃ યુ.એસ.માં નેવાડા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન કાર્ડિયોલોજીસ્‍ટ ડો.દેવેન્‍દ્ર પટેલની પ્રતિબંધિત દવાઓ જેવી કે ઓકસીકોડોન, તથા હાઇડ્રોકોડોનના વિતરણ, હેલ્‍થ કેર ફ્રોડ સહિતના જુદા જુદા આરોપોસર ૧૨ ડીસેં. ના રોજ ધરપકડ થઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

૫૮ વર્ષીય ડો.દેવેન્‍દ્રની ધરપકડ કરાયા બાદ તેમને ૧૩ ડિસેં.ના રોજ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં હાજર કરાયા હતા. ૨૦૧૪ થી ૨૦૧૭ની સાલ દરમિયાન મેડીકલ ફ્રોડ સહિત તેમના ઉપર જુદા જુદા આરોપો લગાવાયા છે.

પ્રતિબંધિત દવાઓના વિતરણનો આરોપ પૂરવાર થાય તો તેમને વધુમાં વધુ ૧૦ વર્ષની તથા હેલ્‍થ કેરને લગતા ફ્રોડના આરોપો પૂરવાર થાય તો વધુમાં વધુ ૧૦ વર્ષની જેલસજા થઇ શકે છે. તેવું જાણવા મળે છે.

(9:21 pm IST)