Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

યુ.એસ.માં ટેકસાસ સુપ્રિમ કોર્ટ જજ તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી આર.કે.શાન્‍ડિલઃ હાલમાં ૧૨૭મા ડીસ્‍ટ્રીકટ જજ તરીકે કાર્યરત શ્રી શાન્‍ડિલ ફંડ રેઇઝીંગ લક્ષ્યાંકથી નજીક

હયુસ્‍ટનઃ યુ.એસ.માં ટેકસાસ ડીસ્‍ટ્રીકટ ૧૨૭મી કોર્ટના જજ તરીકે સેવાઓ સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી આર.કે શાન્‍ડીલએ ટેકસાસ સુપ્રિમ કોર્ટ જજ તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેઓ ૨૦૧૬ની સાલમાં ડીસ્‍ટ્રીકટ કોર્ટ જજ તરીકે બીજી વખત ચૂંટાઇ આવ્‍યા હતા. હવે સુપ્રિમ કોર્ટ માટે તેમણે ઉમેદવારી નોંધાવી છે તથા તે માટે જરૂરી ૧,૫૦,૦૦૦ ડોલરના ફંડ અંતર્ગત ડીસેં.માસ સુધીમાં તેઓ હવે ૩૦,૦૦૦ ડોલરથી જ પાછળ છે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:14 pm IST)