Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

‘‘ગણેશ લીલા'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં ૮ ડિસેં.ના રોજ ઉજવાઇ ગયેલો પ્રોગ્રામઃ શિવ પરિવાર તરીકે ૨૬ કલાકારોએ અભિનય આપ્‍યોઃ હિન્‍દીમાં ભજવાયેલા પ્રોગ્રામમાં એક પગે ઊભા રહી તપ કરતા શિવજી, તેમને રિઝવવા ડાન્‍સ કરતા પાર્વતીજી, તથા ગણેશ લીલાના પ્રસંગો અને ભજનોથી દર્શકો આફરિન

હયુસ્‍ટનઃ યુ.એસ.માં હયુસ્‍ટનમાં ઓલ્‍ડ સ્‍ટેફોર્ડ સિવિક સેન્‍ટર ખાતે ૮ ડિસેં. શુક્રવારના રોજ ‘‘ગણેશ લીલા'' ઉત્‍સવ ઉજવાઇ ગયો.

હિન્‍દીમાં પેશ થયેલી ‘ગણેશ લીલા'માં શિવ પરિવાર તરીકે ૨૬ જેટલા કલાકારો જોડાયા હતા. શિવજી તથા પાર્વતીજી તેમજ ગણેશજી સાથેના સ્‍ટેજ ઉપરના ડાન્‍સએ દર્શકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

ગણેશજીના પાત્રમાં માસ્‍ટરજી શ્રી ઇન્‍દ્રવદન ત્રિવેદીએ દર્શકોની વાહવાહ મેળવી હતી. જયારે શિવજીના પાત્રમાં એક પગે ઊભેલા શ્રી હેતલ પટેલ અને પાર્વતીજીના પાત્રમાં ડાન્‍સ કરી રહેલા સુશ્રી યોગિના પટેલના અભિનયથી પ્રેક્ષકો આફરિન પોકારી ગયા હતા.

ગણેશજીના બાળપણથી શરૂ કરાયેલી આ ગણેશ લીલાના જુદા જુદા દૃશ્‍યો, ભજનો, વગેરેથી દર્શકો ખુશ થઇ ગયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:13 pm IST)