Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ‘‘ટાટા ઇનોવેશન સેન્‍ટર'' ખુલ્લુ મુકાયુઃ ટેકનોલોજી સંશોધનો, K-૧૨ ડીજીટલ લીટરસી પ્રોગ્રામ, સાઇબર સિકયુરીટી , સ્‍ટાર્ટ અપ ઇકો સિસ્‍ટમ, સહિતના ક્ષેત્રે નવી પેઢીને પ્રોત્‍સાહિત કરવાનો હેતુઃ કાર્નેલ ટેક.માં ૫૦ મિલીયન ડોલરના રોકાણ સાથે TCS નું જોડાણ

     ન્‍યુયોર્કઃ ‘‘ટાટ કાન્‍સલ્‍ટીંગ સર્વિસ'' (TCS) એ ૪ ડિસેં.ના રોજ કરેલી ઘોષણા મુજબ તેઓ યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ટેકનોલોજી સંશોધનો માટે કોર્નેલ ટેકમાં ૫૦ મિલીયન ડોલરનું રોકાણ કરશે.

ટેકનોલોજી રીસર્ચ ઉપરાંત K-12 ડીજીટલ લીટરસી પ્રોગ્રામ માટે TCS તથા કોર્નેલ ટેક દ્વારા નવી પેઢીને ડીજીટલ ટેકનોલોજી ક્ષેત્રે સંશોધનો તથા નવા વિચારો માટે પ્રોત્‍સાહિત કરાશે. જે માટે રૂઝવેલ્‍ટ આઇલેન્‍ડ ઉપર એકેડેમિક તથા ઇન્‍ડસ્‍ટ્રી ક્ષેત્રે ટાટા ઇનોવેશન સેન્‍ટર ખુલ્લુ મુકવામાં આવ્‍યું છે જે અંતર્ગત વ્‍યાવસાયિકોને સાઇબર સિકયુરીટી, સ્‍ટાર્ટ અપ ઇકો સિસ્‍ટમ સહિતની દેન અપાશે. જે ન્‍યુયોર્કનું ટેક ક્ષેત્રનું હબ બની રહેશે. જે ન્‍યુયોર્કને ૨૧મી સદીમાં લઇ જશે.

(9:12 pm IST)