Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

‘‘અંધકાર ઉપર ઉજાસનો વિજય'' યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ દિવાળી તહેવાર ઉજવ્‍યોઃ ૮ નવે.ના રોજ ગવર્નર હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં એટર્ની જનરલ શ્રી ગુરદીપ ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યૂલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૧પ૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ ભારતીયોનો લોકપ્રિય તહેવાર પ્રિન્‍સેટોનમાં આવેલા ગવર્નર હાઉસ ખાતે ૮ નવે. ર૦૧૮ ના રોજ ઉજવવાનું આયોજન કરતા ૧પ૦ ઉપરાંત આમંત્રિતો ઉમંગભેર ઉમટી પડયા હતા.  તથા ઉપસ્‍થિતોને ઉમંગભેર દિવાળીની શુભ કામના પાઠવતા જણાવ્‍યું હતું કે છેલ્લા ૮ વર્ષથી આ શહેરોમાં દિવાળી ઉત્‍સવ નિમિતે દીવડાઓ પ્રગટાવી રોશનીનો શણગાર કરવામાં આવે છે. તેમણે આ ઉત્‍સવને અંધકાર ઉપર ઉજાસનો વિજય સમાન ગણાવ્‍યો હતો.

આ તકે એશિયન અમેરિકન નાગરિકો સહીત રાજકીય તથા કોમ્‍યુનીટી આવેવાનોએ  હાજરી આપી હતી. જેમાં ન્‍યુજર્સી એટર્ની જનરલ શ્રી ગુરબીર ગ્રેવાલ  તથા ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવતી સહિતનાઓનો સમાવેશ થતો હતો. તેવું શ્રી અમિત જાનીની યાદી જણાવે છે.

 

(1:44 pm IST)
  • લદાખમાં બનશે ગ્લેશિયરથી પસાર થનાર વિશ્વનો પહેલો માર્ગ :17,800 ફૂટની ઊંચાઈએ બનતા રસ્તો સાસોમાં થી સાસેર લા વચ્ચે સંપર્કનું મુખ્ય માધ્યમ હશે માર્ગ તૈયાર થતા મોટર વાહનો પણ દોડી શકશે :આ રસ્તો હિમાંક પરિયોજના અંતર્ગત બનાવાશે access_time 11:35 pm IST

  • અમદાવાદ:રૂ.260 કરોડના કૌભાંડનો મામલો વિનય શાહના વિદેશ પ્રવાસની વિગતો મંગાવી : CID ક્રાઈમ દ્વારા પ્રવાસની વિગતો મંગાવવામાં આવી :ઈમિગ્રેશન વિભાગ પાસેથી મગાવામાં આવી માહિતી : વિનયના કોર ગ્રૂપના સભ્યો,એજન્ટોના વિદેશ પ્રવાસની માહિતી ટાર્ગેટ પૂર્ણ કરનાર એજન્ટોને વિદેશની ટુર પર મોકલાતા હતા access_time 1:06 pm IST

  • RBIને અરુણ જેટલીએ આપી ચેતવણી : મુદ્રા પ્રવાહનું ગળું ન દબાવે RBI: અરુણ જેટલી : 2 દિવસ બાદ RBI અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક : અરુણ જેટલીનું નિવેદન માનવામાં આવે છે સૂચક : હાલના સમયમાં ક્રેડિટ ફ્લો જ સૌથી મોટો મુદ્દો : જેટલી રઘુરામની ગુણવત્તા સમીક્ષાનું જેટલીએ સમર્થન કર્યું access_time 1:17 pm IST