Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

ભારતના ૫૮ હજાર જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારોના વંચિત બાળકોને શિક્ષિલ કરતી નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘એકલ વિદ્યાલય'': અમેરિકાના ન્‍યુયોર્કમાં ૪ નવેં.ના રોજ યોજાયેલા ફંડ રેઇઝીંગ ગાલા પ્રોગ્રામમાં ૨૦ લાખ ડોલર ભેગા થઇ ગયાઃ સમગ્ર યુ.એસ.માંથી કોમ્‍યુનીટી અગ્રણીઓની ઉપસ્‍થિતિ

ન્‍યુયોર્કઃ યુ.એસ.ના ન્‍યુયોર્કના આવેલા બેંકવેટ હોલમાં ૪ નવેં.ના રોજ નોન પ્રોફિટ એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશનના ઉપક્રમે ફંડ રેઇઝીંગ ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ૨૦ લાખ ડોલર ભેગા થઇ ગયા હતા.

સૌથી મોટા ગણાતા આ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતના ૫૮ હજાર જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારોના બાળકોને શિક્ષિત કરવાનું કામ થાય છે જેમાં સહભાગી થવા સમગ્ર યુ.એસ.માંથી કોમ્‍યુનીટી અગ્રણીઓ ઉમટી પડયા હતા.

ફંડ રેઇઝીંગ પ્રોગ્રામના મુખ્‍ય વકતા તરીકે ઝી ટીવીના ફાઉન્‍ડર ડો.સુભાષ ચાંદ્રાએ હાજરી આપી હતી. જેઓ એકલ ગ્‍લોબલના ચેરમેન છે. જેમાં હયુસ્‍ટન સ્‍થિત એકલ USAના ફાઉન્‍ડર તથા પ્રવાસી ભારતીય સન્‍માન વિજેતા શ્રી રમેશ શાહ, ઉપરાંત શ્રી અશોક દાંડા, શ્રી સ્‍વપ્‍નીલ અગરવાલ સહિતનાઓનો સમાવેશ થતો હતો. પ્રોગ્રામમાં ભેગી થયેલી રમિલીયન ડોલરની રકમમાં મુખ્‍ય દાતાઓ તરીકે શ્રી ચિરાગ પટેલ, શ્રીઅજયોરંજીની પોદાર, શ્રી સંત સિંઘ અટવાલનો સમાવેશ થતો હતો. જે દરેક ૨ લાખ ૨૦ હજાર ડોલરનું ડોનેશન આપ્‍યુ હતુ. એકલના ચેરમેન શ્રી સુભાષ ગુપ્તાએ તમામ ડોનર્સનો આભાર માન્‍યો હતો. તથા એકલ ટીમને સન્‍માનિત કરાઇ હતી. સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:59 pm IST)