Gujarati News

Gujarati News

News of Wednesday, 15th November 2017


''જીવેમ શરદ : શતમ્'' : અમેરિકામાં ગુજરાતની સંસ્કૃતિને ધબકતી રાખતા AIANA પ્રેસિડન્ટ શ્રી સુનિલભાઇ નાયકનો આજ ૧પ નવે. ના રોજ જન્મદિવસ : ચોમેરથી થઇ રહેલી શુભેચ્છા વર્ષા

 

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : અમેરિકામાં વિશ્વભરના તમામ ગુજરાતી અગ્રણીઓને 'ચાલો ગુજરાત મહોત્સવ' થકી એક છત્ર હેઠળ એકત્રિત કરી, ગુજરાતની ભવ્ય સંસ્કૃતિને જીવંત રાખનાર, AIANA સંસ્થાના પ્રમુખ તથા જાણીતા મોટેલિયર-ઉદ્યોગપતિ શ્રી સુનિલ નાયકનો આજે ૧પ નવેમ્બરના રોજ જન્મદિવસ છે.

અમેરિકામાં ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવા સતત પ્રયત્નશીલ રહેતા મુળ ભારતના અમદાવાદના વતની એવા સુનિલભાઇ નાયક અમેરિકામાં હુબહુ ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખી ઉજ્જવળ કરી બતાવવા માટે સતત કાર્યરત રહે છે એટલે સુધી કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હોય કે અગ્રણી મહાનુભાવો સહિતની કોઇપણ મહાન હસ્તી હોય તમામને યથાયોગ્ય સન્માન આપવાના કાર્યક્રમો સુઝબુઝપૂર્વક પાર પાડવામાં તેઓ માસ્ટરી ધરાવે છે.

ભારતથી સેંકડો માઇલ દૂર અમેરિકાની ધરતી ઉપર પણ ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર કોઇને જોવો હોય તો તે અચુક અમેરિકાના જાજરમાન ઉદ્યોગપતિ મોટેલિયર એવા સુનિલભાઇ નાયક દ્વારા જોઇ શકે છે. માણી શકે છે. તેમની સંસ્કૃતિક યાત્રામાં હરહંમેશ 'અકિલા'નો સંગાથ અચુક પણે રહ્યો જ છે. સુનિલભાઇના આજરોજ જન્મદિન નિમિત્તે ચોમેરથી તેમના ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (સુનિલભાઇ નાયકનું ઇ-મેઇલ એડ્રેસ : suvahi@aol.com છે)

 

(12:04 pm IST)