Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ટુરીઝમ ઇનોવેશન પ્રાઇલોટ પ્રોજેક્‍ટઃ અમેરિકાના સેન્‍ટ લુઇસમાં પ્રવાસીઓને આકર્ષવા રેન્‍કેન ટેક્‍નીકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થઇ રહેલો પ્રોજેક્‍ટ

સેન્‍ટ લુઇસઃ સેન્‍ટ લૂઇસ સ્‍થિત રેન્‍કેન ટેકનીકલ કોલેજના વિદ્યાર્થીઓ આ પ્રદેશ પર વધુ મુલાકાતીઓને આકર્ષવા માટે ઉભરતી વિભાવનાઓ, સાધનો અને તકનીકોનો ઉપયોગ કરીને એક ૪ મહિનાનો પાયલોટ પ્રોજેક્‍ટ શરૂ કરી રહ્યા છે. રેન્‍કેનની નવ-નિર્મિત ૨૦-વિદ્યાર્થીઓની મજબૂત મિસૌરી ઇનોવેશન ગ્રોથ એન્‍ડ હોસ્‍પિટાલિટી ટીમ (MIGHT) આ પ્રોજેક્‍ટ પર કામ કરશે.

આ નવીન પાયલોટ પ્રોજેક્‍ટ, MIGHT ના વિદ્યાર્થીઓને વર્ચ્‍યુઅલ રિયાલિટી, ડિજિટલ માર્કેટીંગ ટ્રેન્‍ડ્‍સ, જિયોસ્‍પેસીઅલ માર્કેટિંગ, આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ ટૂલ્‍સ (કૃત્રિમ બુદ્ધિમત્તા સાધનો), સોશિયલ મીડિયા શેરિંગ પ્‍લેટફોર્મ અને ઓનલાઈન રિવ્‍યુ મેનેજમેન્‍ટ સૉફ્‌ટવેર જેવી ઊભરતાં તકનીકો વિશે જાણવા માટેની તક આપશે. MIGHT ના વિદ્યાર્થીઓ આ સાધનો અને વિચારો વિશે શીખીને, તેનો સેન્‍ટ લૂઇસ પ્રાંતમાં પ્રવાસીઓને આકર્ષવા માટેના પ્રયત્‍નો પર સકારાત્‍મક પ્રભાવ પાડવા માટે પણ ઉપયોગ કરશે.

આ એક અનુકૂલિત અને અગ્રેસર તાલીમ કાર્યક્રમો છે જે મિસૌરીના કૌશલ્‍યો અને પ્રતિભા માટે લાભકારી થશે. એવું મિસૌરીના ગવર્નર માઇક પાર્સોનએ જણાવ્‍યું હતું. શિક્ષણવિદ્યા, સરકાર અને ખાનગી ઉદ્યોગો વચ્‍ચે ચાલી રહેલી ભાગીદારીને કારણે મિસૌરીના કર્મચારી-દળ વિકાસના પ્રયત્‍નો સફળ છે. અમે આ નવીનતમ અનુકૂલિત તાલીમ કાર્યક્રમના પ્રક્ષેપણને લઈને ઉત્‍સાહી છીએ.

સોશિયલ મીડિયા અને ટ્રાવેલ રિવ્‍યુ સાઇટનો પ્રવાસીઓના નિર્ણયો પર નોંધપાત્ર પ્રભાવ રહે છે. રેન્‍કેન MIGHT વિદ્યાર્થીઓ હકારાત્‍મક સામાજિક મીડિયામાં પ્રચાર કરવા નવા ટૂલ્‍સનો ઉપયોગ કરશે, તેમજ મિસૌરી રાજયમાં વધુ મુલાકાતીઓને આકર્ષવા માટે વર્તમાન પ્‍લેટફોર્મ અને નવી ડિજિટલ માર્કેટીંગ વ્‍યૂહરચનાનો અસરકારક રીતે ઉપયોગ કરશે.

આ અનન્‍ય પહેલ રાજયના કર્મચારી વિકાસ યોજના તાલીમ કાર્યક્રમોને અનુકૂલિત કરવા અને ઉભરતી કર્મચારી જરૂરિયાતો, નવા વિચારો અને અદ્યતન ટેકનોલોજીના સમર્થન સાથે કદમ મિલાવે છે. આ તાલીમ કાર્યક્રમની અવધારણા, વોશિંગ્‍ટન DC માં SelectUSA ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સમિટમાં CGS ઇન્‍ફોટેક, ડેબોરાહ પ્રાઇસ ઓફ મિસૌરી પાર્ટનરશીપ, સેન્‍ટ લૂઇસ પ્રાદેશિક ચેમ્‍બર સાથે લોરી બેકલનબર્ગ, અને વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર સેન્‍ટ લુઈસ સાથે ટિમ નોવાક વચ્‍ચે મીટિંગ્‍સ દરમિયાન કરવામાં આવી હતી. CGS ઇન્‍ફોટેકના સી.ઇ.ઓ. હિતેન ભુતાએ યુનાઇટેડ સ્‍ટેટ્‍સના ભારત માટેના એમ્‍બેસેડર શ્રી કેનેથ જસ્‍ટરની આગેવાની હેઠળના સિનિયર વ્‍યવસાયિક નેતાઓના પ્રતિનિધિમંડળના ભાગરૂપે, SelectUSA માં ભાગ લીધો હતો. SelectUSA સમિટ પછી યોજાયેલ તાજેતરમાં એક બેઠકમાં યુ.એસ.ના મુંબઇ ખાતેના કોન્‍સ્‍યુલેટ જનરલ, શ્રી એડવર્ડ કેગનએ મુંબઇ-સ્‍થિત કંપનીઓને યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં રોકાણ કરવા માટે પ્રોત્‍સાહન આપ્‍યું હતું અને CGS ઈન્‍ફોટેકના યુ.એસ. સાથેના સંબંધ અંગે તેમની પ્રશંસા વ્‍યક્‍ત કરી હતી.

CGS ઇન્‍ફોટેક એ એક ગ્‍લોબલ ટેક્‍નોલોજી કંપની છે, જેની ઓફિસ ઇલિનોઇસ અને ડેલવેરમાં છે અને કોર્પોરેટ હેડક્‍વાર્ટર ભારતમાં છે, જે હાલમાં ૪૦ દેશોમાં ૫૦૦૦ થી વધુ ગ્રાહકોને સેવા આપે છે. ટિમ, લોરી અને ડેબોરાહએ Select USA ઇવેન્‍ટમાં સેંટ લુઈસ અને મિસૌરીની આકર્ષકતાને અસરકારક રીતે રજુ કરી છે., એવું CGS ઇન્‍ફોટેકના સીઇઓ હિતેન ભુતાએ જણાવ્‍યું હતું. તેઓએ એક પરિણામ-લક્ષી મુલાકાત સેટ-અપ કરીને શક્‍યતા પર વિચારો કર્યા હતા અને ખૂબ જ મહત્‍વપૂર્ણ પરિચયો કર્યા હતા. અમે આ પાયલોટ પ્રોજેક્‍ટ શરૂ કરવા માટે અને વિદ્યાર્થીઓ માટે નવા કૌશલ્‍યો વિકસાવવામાં યોગદાન કરવા માટે ઉત્‍સાહિત છીએ.

CGS ઇન્‍ફોટેક એ ૨૧ મી સપ્‍ટેમ્‍બરના રોજ, વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર, સેન્‍ટ લૂઇસની વાર્ષિક ઇવેન્‍ટ, ગ્રોઇંગ ગ્‍લોબલ ૨૦૧૮, અને સેન્‍ટ ચાર્લ્‍સમાં, ૨૫-૨૭ સપ્‍ટેમ્‍બરના રોજ મિસૌરી ગવર્નરની પ્રવાસન પરની પરિષદ માટેના આંતરરાષ્ટ્રીય પ્રાયોજક છે. CGS આ પાઇલોટ પ્રોગ્રામ દરમિયાન સેન્‍ટ લૂઇસમાં કોર્ટેક્‍સ ઇનોવેશન કમ્‍યુનિટીમાં સ્‍થિત CIC સેન્‍ટ લૂઇસમાં ઉપસ્‍થિતિની સ્‍થાપના કરવાની યોજનાઓ પણ નક્કી કરી રહ્યું છે.

રેન્‍કન ટેક્‍નિકલ કોલેજના પ્રમુખ સ્‍ટાન શૌને, આ પ્રોજેક્‍ટ માટે અને રેન્‍કનના અભ્‍યાસક્રમના ભાગરૂપે આ પાઇલોટ પ્રોજેક્‍ટના સંકલન માટે શક્‍તિશાળી સમર્થન વ્‍યક્‍ત કર્યું. ૨૧ મી સદીના કર્મચારીઓના વિકાસ સાથે અર્થતંત્રનું નિર્માણ કરવામાં સહાયતા માટે અમે CGS સાથે મળીને કાર્ય કરવા બદલ બહુ ખુશ છીએ! શૌને જણાવ્‍યું.

CGS અપેક્ષા રાખે છે કે આ તાલીમ કાર્યક્રમ પ્રશિક્ષિત, પ્રવાસન-કેન્‍દ્રિત કર્મચારી-દળની રચના કરશે, મિસૌરીમાં અને સેન્‍ટ લૂઇસમાં પ્રવાસન પ્રોત્‍સાહન પ્રયાસો પર હકારાત્‍મક પ્રભાવ પાડશે, અને એક નવીન તાલીમ પદ્ધતિ પૂરી પાડશે જે સેન્‍ટ લૂઇસ પ્રદેશ અને મિસૌરીમાં અન્‍ય કંપનીઓ અને ઉદ્યોગો માટે પણ અનુસરી શકાય તેવું શ્રી કેતન ખત્રીની યાદી જણાવે છે.

(9:13 pm IST)