Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

''સાઉથ એશિઅન્શ ફોર અમેરિકા (SAFA)'': યુ.એસ.માં સાઉથ એશિઅન્શ ઉમેદવારો સ્થાનિક તેમજ પ્રાંતીય કક્ષાએ ચૂંટાઇ આવે તે માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ આવતીકાલ ૧૯ જુનના રોજ ન્યુયોર્ક મુકામે કોમ્યુનીટી ફોરમ તથા પેનલ ડીસ્કશન મીટીંગનું આયોજન

ન્યુયોર્કઃ યુ.એસ.માં સાઉથ એશિઅન્શ ઉમેદવારોને સ્થાનિક તથા સ્ટેટ કક્ષાએ સમર્થન આપી સાઉથ એશિઅન પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ''સાઉથ એશિઅન ફોર અમેરિકા (SAFA)''ના ઉપક્રમે આવતીકાલ ૧૯ જુન ૨૦૧૯ બુધવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે કોમ્યુનીટી ફોરમ તથા પેનલ ડીસ્કશનનું આયોજન કરાયું છે.

થોટવર્કસ ૯૯ મેડીસન એવન્યુ, ન્યુયોર્ક મુકામે યોજાનારા આ કાર્યક્રમમાં પેનલીસ્ટ તરીકે કોમ્યુનીટી બોર્ડ સિકસ વાઇસ ચેર Ahsia Badi, ન્યુયોર્ક સ્ટેટ ૬૩ એસેમ્બલ ડીસ્ટ્રીકટ લીડર શ્રી બિજુ કોશી, મિડલસેક્ષ કાઉન્ટી ફ્રી હોલ્ડર સુશ્રી શાંતિ નારા, ન્યુયોર્ક ૨૫ એસેમ્બલી ડીસ્ટ્રીકટ પાર્ટ બી ડીસ્ટ્રીકટ લીડર ડો.નિતા જૈન, મોડરેટર શ્રી રાજીવ પરીખ જનરલ કાઉન્સીલ ફોર ન્યુજર્સી ડેમોક્રેટીક સ્ટેટ કમિટીનો સમાવેશ થાય છે તેવું SAFA દ્વારા જાણવા મળે છે.

 

(8:03 pm IST)
  • લોધીકામાં ૦II ઈંચ : સૌરાષ્ટ્રના ૧૨ તાલુકામાં હળવા-ભારે ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે ૪:૩૦ વાગ્યા સુધીમાં લોધીકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ઉમરાળા, વલ્લભીપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી, રાજકોટ, બોટાદ, ઉના, ભેસાણ, જૂનાગઢ, મેંદરડા અને વિસાવદરમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા છે. access_time 4:46 pm IST

  • બિહારમાં ગરમીનો પ્રકોપ : સરકારે ૧૪૪મી કલમ લગાવી લોકોને ગરમીના પ્રકોપથી બચાવવા ગયામાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ access_time 5:53 pm IST

  • સુરતમાં હોટલના માલીકની મોટી બેદરકારીના કારણે બે કર્મચારીના મોતઃ હોટલની અગાસી ઉપર બનાવેલા રૂમ પરથી નીચે ઉતરતા સમયે ચાર કર્મચારીઓને કરંટ લાગ્યોઃ બે કર્મચારીના મોતઃ એકની હાલત ગંભીર, સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડયા access_time 11:28 am IST