Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

OFBJP ડલાસ ચેપ્ટરના ઉપક્રમે ૧ જુનના રોજ ભાજપનો વિજયોત્સવ ઉજવાયોઃ બેન્ડ વાજા સાથે પરેડ, દેશભકિત સભર ગીતો, ડાન્સ,ડોકયુમેન્ટરી,ઉદબોધન તથા ડિનર સહિતના પ્રોગ્રામમાં ૨૦૦ ઉપરાંત સમર્થકો જોડાયા

ડલાસઃ OVERSEAS FRIENDS OF B.J.P. DALLAS.USA તરફથી ભા.જ.પ ચૂંટણીના ભવ્ય વિજય ૨૦૧૯ ની ઉજવણી પ્રસંગે FUN ASIA THEATER રીયાર્ડસન ડલાસ ટેકસાસ યુએસએમા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. તા ૧લી JUNEને શનિવારે સાંજના ૬-૦૦ વાગ્યા થી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધીમાં કાર્યક્રમ યોજેલ હતો. અંદાજે ૨૦૦ જેટલા મહાનુંભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ચા-કોફી કોલ્ડ્રીગ્સ પકોડા, ભજીયા,સાથે એપીટાઇઝર પીરસવામાં આવેલ. ત્યારબાદ સંસ્થા કારોબારીના સભ્યો સર્વશ્રી સુબોદાસ ગુપ્તા આતમન રાવલ, દીલીપભાઇ શાહ, ઘનશ્યામ કાક ડિયા, વિગાયન ગોવાલા, ડો.કીરણ પારેખ, શ્રી ભીમ પેન્ટા તથા ઉપેન્દ્ર પટેલ વગેરેએ સુંદર પ્રવચન આપેલ. બાદમાં શ્રી અમિતભાઇ ત્રિવેદી GORADIA તથાપ્રિયા દ્વારા રાષ્ટ્રીય ગીતો રજુ કરવામાં આવેલ. થતા SIASIA સીંગ ટોલીવુડ એકટ્રેસ દ્વારા સુન્દર ડાન્સ કરવામાં આવેલ... કાર્યક્રમ દરમ્યાન સંસ્થા તરફથી નાના બાળકોના ર્નુત્ય તથા ડાન્સ કરવામાં આવેલ હતો. ત્યારબાદ માનનિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનાં જીવનકાળની શરૂઆતથી લઇને ૨૦૧૯ સુધી દેશ માટે જે યોગદાન આપેલ તેની ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. જેનો પ્રેક્ષકો તરફથી સુંદર આવકાર મલ્યો હતો. નવા મેમ્બર માટેના ફોર્મ વિતર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના ભગવા રંગની ટોપ અને ખેશ ખાસ આક્રષણ હતું, સમગ્ર પ્રોગ્રામમાં શ્રી મૂકેશભાઇ મિસ્ત્રી દ્વારા લાઇવ વિડિયો શુટીંગ કરવામાં આવ્યુ હતું... અંતમાં ગરમા-ગરમ નાન, રાઇસ, દાળફલાય પંજાબી શાક, રાયતું અને મીઠાઇમાં ગુલાબ જાંબુનું ડિનર લઇ સૌ છુટા પડ્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન ફન એશિયા રેડીઓ નીલમબેન દવે સુન્દેર રીતે કરેલ IFUNASIA ગ્રીલ ફંકશન માટે હોલ ફ્રી આપેલ મહેશ ઠકકર એન્ડ પુર્વેશભાઇ પણ હાજરી આપેલ અંતમાં સૌ મીડિયા પાર્ટનર નો આભાર માનેલ તેવું શ્રી મુકેશ મિસ્ત્રીના તસવીર સૌજન્ય સાથે શ્રી સુભાષભાઇ શાહ ડલાસની યાદી જણાવે છે.

(6:56 pm IST)
  • ટીવી ચેનલોને સરકારની તાકીદ : મોદી સરકારે તમામ ટીવી ચેનલોને ટીવી ઉપર રીયાલીટી શો અને કાર્યક્રમોમાં બાળકોને અયોગ્ય, અજુગતા અને સજેસ્ટીવ સ્વરૂપે નહિં બતાવવા આદેશ આપ્યા છે access_time 4:03 pm IST

  • સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ચારેકોર વરસાદના વાવડ : રાજકોટ-ગીરજંગલ-ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વરસાદ પડી રહયાનું -સવારે પડી ગયાનું જાણવા મળે છે. ઉ.ગુજરાતમાં અને કચ્છમાં પણ સારા વરસાદના વાવડ છે. બનાસકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે. : પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં વરસાદ વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રાજુલા જુની માંડરડી આગરીયા, કોટડી, ધારેશ્વરમાં વરસાદ જાફરાબાદના લોર, પીછડી, એભલવડ, માણસામાં વરસાદ : લાઠીમાં પણ ધીમીધારે વરસાદ પાટણમાં પણ વાતાવરણમાં પલટો access_time 1:05 pm IST

  • હવામાન વિભાગમાં માત્ર ૯ મીમી વરસાદ નોંધાયો : રાજકોટ : શહેરમાં આજે સવારથી હળવા-ભારે ઝાપટા પડી રહ્યા છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓમાં શહેરમાં વિવિધ સ્થળોએ અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે રાજકોટ સ્થિત હવામાન ખાતામાં માત્ર ૯ મી.મી. વરસાદ નોંધાયો છે. બપોરે ૩ વાગ્યે ૯૨% ભેજ સાથે ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. વરસાદી માહોલના પગલે મહત્તમ તાપમાન ગગડ્યુ છે. ૨૭ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયુ છે. access_time 8:49 am IST