Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

યુ.એસ.માં ' કોટન હેરિટેજ ' ની પ્રસંશનીય સેવા : ઇન્ડિયન અમેરિકનની માલિકી ધરાવતી કંપની દ્વારા વિનામૂલ્યે ગ્રોસરી ,ગરમ ભોજન ,અને માસ્કનું વિતરણ કરાયું

કેલિફોર્નિયા : યુ.એસ.માં સુવિખ્યાત કોટન હેરીટેજના ઉપક્રમે 17 મે ના રોજ એક હજાર જરૂરિયાતમંદ લોકોને ગ્રોસરી ,ગરમ ભોજન તથા માસ્કનું વિતરણ કરાયું હતું.
કંપનીના સીઈઓ શ્રી સચદેવએ જણાવ્યું હતું કે કોરોના મહામારી જેવી મુશ્કેલીના સમયમાં તેઓ સમાજની સાથે છે.
આ સત્કાર્યમાં તેઓને રિવારસાઇડ અને બ્યુએના પાર્ક ખાતેના ગુરુદ્વારાઓનો સહયોગ સાંપડ્યા હતો.આ તકે અર્ટેસીયા ,સેરીટોસ ,ના મેયર તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:54 pm IST)