Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

પાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો

પેશાવરઃ પાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી ખૈબર પખ્‍તુન્‍ખા વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવ કુમારને ખુદ તેમની જ સત્તાધારી પાર્ટી પાકિસ્‍તાન તહરીક એ ઇન્‍સાફના સભ્‍યોએ બીજી વખત પણ શપથ લેતા અટકાવી દીધા હતા.

આ ધારાસભ્‍ય વિરૂધ્‍ધ શીખ આગેવાનની હત્‍યા કરવાનો કેસ કોર્ટમાં ચાલુ છે. જે દરમિયાન તેમને શપથ લેવાની કોર્ટએ મંજુરી આપવા છતાં તેમની પાર્ટીના સભ્‍યાએ બહિષ્‍કાર કરી ધારાસભ્‍યોનું સંખ્‍યા બળ ઓછુ કરી નાખતા શપથવિધિ થઇ શકી નહોતી. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:31 pm IST)