Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

અમેરિકાના એક રોડનું નામ ઇન્ડિયન અમેરિકન ડો.કિરણ સી.પટેલના નામેઃ ફલોરિડાના કિલઅરવોટર સીટીમાં આવેલો દમાસ્કસ રોડ હવેથી ''ડો.કિરણ સી.પટેલ બૌલેવર્ડ'' નામથી ઓળખાશેઃ જય હો...

ફલોરિડાઃ અમેરિકાના ફલોરિડામાં આવેલા કિલઅરવોટર સીટીના દમાસ્કસ રોડનું નામ ''ડો.કિરણ સી પટેલ બૌલેવર્ડ'' રાખવાનો પ્રસ્તાવ કાઉન્સીલએ ૧૭ જાન્યુ ૨૦૧૯ના રોજ મંજુર કરી દીધો છે.

આ રસ્તા ઉપર નોવા સાઉથઇસ્ટર્ન યુનિવર્સિટીનું નિર્માણ થઇ રહ્યું છે. જે યુનિવર્સિટીને ઉપરોકત ઇન્ડિયન અમેરિકન ડોનર શ્રી ડો.કિરણ સી.પટેલ તથા તેમના પત્ની સુશ્રી ડો.પલ્લવી પટેલએ ૫૦ મિલીઅન ડોલરનું ડોનેશન આપવાનું નક્કી કર્યુ છે. જે યુનિવર્સિટીને મળેલું અત્યાર સુધીનું સૌથી મોટુ ડોનેશન છે. યુનિવર્સિટીમાં ૩ લાખ ૨૫ હજાર સ્કવેર ફુટની વિશાળ જગ્યામાં મેડીકલ એજ્યુેશન કોમ્પલેક્ષનું  નિર્માણ થવામાં છે. જેમાં ડો.કિરણ સી પટેલ કોલેજ ઓફ ઓસ્ટીયોપેથિક મેડીસીન તથા ડો.પલ્લવી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ ધ કોલેજ ઓફ સાયકોલોજીનું નિર્માણ થવામાં છે.

(7:39 pm IST)