Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

" સાવધાન " : સ્કર્ટ પહેરેલી મહિલાનો તેની જાણ બહાર ફોટો લેશો તો બે વર્ષની સજા થશે : 18 મહિના સુધી લડત ચલાવ્યા પછી બ્રિટન સરકારે મંજુર કરેલો કાયદો

લંડન : બ્રિટનમાં સ્કર્ટ પહેરેલી મહિલાઓના તેની જાણ બહાર ફોટા ઝડપી લઇ વાઇરલ થતા હતા.જે અંગે ફરિયાદ નોંધાતા આવા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનો કાયદો ન હોવાથી કાયદેસર પગલાં લઇ શકાતા નહોતા આથી મહિલાઓએ આ અંગે સતત 18 મહિના સુધી ઝુંબેશ ચલાવી હતી જેને જબ્બર પ્રતિસાદ સાંપડતા સરકાર કાયદો બનાવવા મજબુર બની હતી આ કાયદાને કવિન એલિઝાબેથની મંજૂરી મળતા હવે સ્કર્ટ પહેરેલી  મહિલાની જાણ બહાર જો તેના ફોટા લેવાશે તો આ ફોટા લેનારને 2 વર્ષની જેલ સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)