Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

અમેરિકામાં વધી રહેલા કોવિદ -19 કેસને ધ્યાને લઇ ઈમિગ્રન્ટ્સને મળતી સહાય ચાલુ રાખો : ઘણા ઇમિગ્રન્ટ્સ કોવિદ -19 રિલીફથી વંચિત છે : અમેરિકન કોંગ્રેસને ન્યુયોર્ક ઇમિગ્રેશન કોલીશનની અપીલ

વોશિંગટન : અમેરિકામાં વધી રહેલા કોવિદ -19 કેસને ધ્યાને લઇ કોવિદ -19 રિલીફ માટેના બીજા રાઉન્ડમાં ઘણા ઇમિગ્રન્ટ્સ સહાયથી  વંચિત રહેવાના ડરથી અમેરિકન કોંગ્રેસને એડ્વોકેટ્સ દ્વારા  અપીલ કરવામાં આવી છે.

અપીલમાં જણાવાયા મુજબ દેશના કર્મચારીઓમાં અડધા જેટલો હિસ્સો ધરાવતા ઇમિગ્રન્ટ્સ માટે કોવિદ -19 સંજોગોમાં જીવન નિર્વાહ કરવો મુશ્કેલ છે. ઘણા ઇમિગ્રન્ટ્સ સહાયથી વંચિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમને સહાય મળતી બંધ થાય તો તેઓના જીવન નિર્વાહ ઉપરમાઠી અસર થઇ શકે છે.

આથી આ ઇમિગ્રન્ટ્સ સહાયથી વંચિત ન રહે અને અમેરિકામાં મુશ્કેલ સંજોગોમાં ઈમિગ્રન્ટ્સને મદદરૂપ થવાનો ઇતિહાસ રચાય તે જોવા ન્યુયોર્ક ઇમિગ્રેશન કોલિશને અપીલ કરી છે.તેવું એનવાયઆઈસીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)